બાળ કાવ્ય સંપદા/કુતૂહલ

From Ekatra Foundation
Revision as of 01:09, 21 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કુતૂહલ

કવિ : હરીશ પંડ્યા
(1946)

વાદળમાં કોણ ભરતું પાણી,
હોડીને કોણ જાતું તાણી.

સૂરજને કોણ કહેતું-જાગ !
તિમિરને કોણ કહેતું-ભાગ !

ફૂલોમાં કોણ ભરે સુગંધ,
ભ્રમરને કોણ કરતું અંધ.

વાંસવને કોણ ગાતું ગીત,
જળને કોણ શીખવે સંગીત.

બીજને કોણ બનાવે ઝાડ,
ખીણ ત્યાં કોણ રચતું પહાડ.