બાળ કાવ્ય સંપદા/હમ-હમ-હમ
Jump to navigation
Jump to search
हम – हम – हम
લેખક : રક્ષાબહેન પ્ર. દવે
(1946)
મારી પાસે ઘણાં રમકડાં
તારી પાસે નથી ?
તો આનાથી એઈ મારા દોસ્ત !
રમ-રમ-રમ.
મારી પાસે ઘણી મીઠાઈ
તારી પાસે નથી ?
તો તું મારી સંગ મારા દોસ્ત !
જમ-જમ-જમ.
હળીમળીને હસીએ – રમીએ,
ઢીશુમ ઢીશુમ ના કરીએ.
પગમાં ઘૂંઘર, એઈ મારા દોસ્ત !
ધમ-ધમ-ધમ.
मैं मैं मैं मैं - बकरी बोले
हम तो भई, हैं मानव !
बोल मेरे संग अय मेरे दोस्त !
हम-हम-हम ।