બાળ કાવ્ય સંપદા/આવડે છે (૨)
આવડે છે
લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’
(1947)
આવડે છે, આવડે છે,
બા મને આવડે છે,
...આવડે છે.
ઝીણું ઝીણું સુંદર સુંદર
શાક સમારતાં આવડે છે,
પૂનમ કેરા ચંદા જેવી
રોટલી વણતાં આવડે છે
....આવડે છે.
વાળીચોળી ઘરને ચોખ્ખું,
ચોખ્ખું કરતાં આવડે છે,
બગલાભાઈની પાંખ જેવાં
કપડાં ધોતાં આવડે છે,
...આવડે છે.
મારું સઘળું નાનું મોટું
કામ કરતાં આવડે છે,
ભલે ને હું નાનું બાળક,
પણ મને કેવું આવડે છે !
...આવડે છે.