બાળ કાવ્ય સંપદા/કીડી રે કીડી

કીડી રે કીડી

લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’
(1947)

કીડી રે કીડી,
ઝીણી ઝીણી કીડી. કીડી રે....

ભેળી થઈને
ઊંચકી જાયે
ભારે કણને કીડી. કીડી રે....

અજગરને પણ
ચટકા ભરતી
નાની નાની કીડી. કીડી રે....

કૂચ કરે છે
હારબંધ રે
ધમધમ ધમધમ કીડી. - કીડી રે....

મંત્ર કાર્યનો
કહેતી જાયે
કાનમહીં રે કીડી. કીડી રે....

થાક ન લાગે
જરાય એને
અવિરત ઘૂમતી કીડી. કીડી રે...