બાળ કાવ્ય સંપદા/ઝાડ

Revision as of 02:13, 25 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઝાડ

લેખક : રામુ પટેલ ‘ડરણકર’
(1954)

ધરતીના શણગાર જુઓ આ ઝાડ ઊભાં છે.

મીઠી મીઠી છાયા છે
એની કેવી માયા છે
ફળ આપે ફૂલ આપે
ભલે માણસ એને કાપે
ધરતીના ઉપકાર જુઓ આ ઝાડ ઊભાં છે.

પંખી એની ઉપર બેસે
નીચે બેસે પ્રાણી
ચોમાસામાં ખેંચી લાવે
એ તો અઢળક પાણી
ઈશ્વરના આકાર જુઓ આ ઝાડ ઊભાં છે.