બાળ કાવ્ય સંપદા/પૂંછડિયો તારો

Revision as of 01:04, 27 March 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પૂંછડિયો તારો

લેખક : મયંક પટેલ
(1954)

આકાશે ઊગ્યો છે નવલી ભાતનો તારો !
કહે છે સૌ એને પૂંછડિયો તારો...

પડે છે વટ એનો સૌ તારાઓ વચ્ચે
અલગ ને અવનવો છે એ તારો !

ફૂમતા સરખું સુંદર છે નાનું માથું એનું,
પૂંછડી એની દૂર દૂર જતી દેખાય...

છે એ તો જાણે એક ઘરેણું આભનું !
કહે છે સૌ એને પૂંછડિયો તારો...

કરોડો માઈલનાં મારે એ મોટાંમોટાં ચક્કર
વર્ષોનાં વર્ષો પછી આભમાં એ દેખાય...

દેખાડો દેશે ક્યારે ફરીથી, કોને ખબર ?
કહે છે સૌ એને પૂછડિયો તારો...