બાળ કાવ્ય સંપદા/ચાંદલિયા
Jump to navigation
Jump to search
ચાંદલિયા
મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ
(1910-1975)
તારે તે ઘેર હું આવું, ચાંદલિયા!
તારે તે ઘેર હું આવું.
રંગીલાં ફૂલડાં લાવું, ચાંદલિયા!
તારે તે ઘેર હું આવું.
પંખી કેરી પાસ હું પાંખો લઈને;
ઊડીને દૂર દૂર જાઉં, ચાંદલિયા!
તારે તે ઘેર હું આવું.
તારા તે ઘરની શોભા સોહામણી;
જોવાને રોજ લલચાઉં, ચાંદલિયા!
તારે તે ઘેર હું આવું.
નાનકડી બાળ હું અંતર વિશાળ છે;
ગુણનાં તે ગીતડાં ગાઉં, ચાંદલિયા!
તારે તે ઘેર હું આવું.
ફેર ફેર ફુદડી રમવી તુજ સાથમાં;
પ્યાલો તે દૂધનો પાઉં, ચાંદલિયા!
તારે તે ઘેર હું આવું.
તારાની ભાતભરી ગૂંથજે તું ઓઢણી;
મારું તે હેત હું બતાવું, ચાંદલિયા!
તારે તે ઘેર હું આવું.