બાળ કાવ્ય સંપદા/તો

Revision as of 17:50, 9 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તો

લેખક : મયંક પટેલ
(1954)

કૂતરો કરે હાઉ...હાઉ...
તો
રોટલી એને નાંખીએ...

બિલ્લી કરે મ્યાઉં....મ્યાઉં...
તો
દૂધ એને પાઈએ...

ઊંદર કરે ચૂઉં...ચૂઊં...
તો
પિંજરે એને પૂરીએ...

વાઘ કહે : ‘ખાઉં... ખાઉં...’
તો
ઊભી પૂંછડીએ ભાગીએ !...