સાહિત્યિક તથ્યોની માવજત/નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા
૧
મામેરાના પ્રસંગને અનુલક્ષીને રચાયેલાં નરસિંહ મહેતાનાં પદો સૌપ્રથમ ‘નરસિંહ મેહેતાકૃત કાવ્યસંગ્રહ’ (હવે પછી ‘કાવ્યસંગ્રહ’ તરીકે ઉલ્લિખિત, સંપા. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, ૧૯૧૩)માં મુદ્રિત થયેલાં મળે છે. એ ગ્રંથમાં ‘હારમાળાનું પરિશિષ્ટ’ એ વિભાગમાં પૃ. ૫૪૪-૪૯ પર ક્રમાંક ૧૮થી ૨૬નાં પદો મામેરાના પ્રસંગને વિષય કરીને ચાલતાં દેખાય છે. (સંપાદકે પૃ. ૫૪૪ની પાદટીપમાં પદ ૧૮થી ૨૫ મામેરાવિષયક છે એમ કહ્યું છે, ૫રંતુ ૨૬મું પદ એમના ધ્યાનબહાર રહ્યું જણાય છે.) આ ૫દો સંપાદકે ‘હારમાળા’ની પોતાની પાસેની પ્રત – જે સં. ૧૭૨૫થી ૧૭૫૦ આસપાસની એમણે માની છે – તેમાંથી ઉતાર્યાં છે, અને તનસુખરામ પાસેની સં. ૧૭૩૧ની પ્રતનો ૫ણ આધાર દર્શાવ્યો છે. એટલે કે નરસિંહના માન્ય સમય પછી ૨૦૦-૨૫૦ વર્ષ પછીની પ્રતોને આધારે અપાયેલાં આ પદો છે. આમ, આ પદોની પ્રાચીનતા બહુ ઝાઝી નથી. બીજી બાજુથી, ‘હારમાળા’નાં જ કેટલાં પદોનું કર્તૃત્વ નરસિંહનું માનવું એ પ્રશ્ન છે, તો કોઈક પ્રતમાં મળેલાં અને ઇચ્છારામ દેસાઈએ પણ ૧૪૯ પદની ‘હારમાળા’માં ન સમાવેલાં આ પદનું નરસિંહનું કર્તૃત્વ ઘણું સંદિગ્ધ બની જાય એ સ્વાભાવિક છે. આ પદોની આંતરિક તપાસ કરતાં દેખાય છે કે ૧૮મા પદમાં હારપ્રસંગે મંડળિકની સભામાં શ્રીપાત પંડિત આવ્યા અને એમણે ઉનાનો પોતાનો અનુભવ વર્ણવ્યો એ રીતે મામેરાની વાત આવેલી છે. એમાં વડસાસુએ છાબમાં બે પાણા મૂકવાનું કહ્યું ત્યાં સુધીની મામેરાની ઘટનાઓ ૧૪ કડીમાં વર્ણવાઈ છે. મામેરાના પ્રસંગની આવી અડધી રજૂઆત કરતું પદ કઢંગી રચના ને સંકલનાની છાપ પાડે છે. ઉપરાંત, એમાં ખોખલા પંડ્યા, કુંવરબાઈ વગેરેમાં પ્રાકૃત ભાવોનું જે આરોપણ થયું છે તે ઘણું વિલક્ષણ છેઃ
પંડ્યો ખોખલો ઉત્તર દે સહી, હું નોતરું ચૂકું નિશ્ચે નહીં;
અગીઆર ફદીઆં રોકડાં લઉં, તો હું આંથી ડગલું દઉં. ૮
ખરચને દોકડા દસવિશ, પંડા પોખલાને ચઢી છે રીસ;
લોહી પીતો તું મારું રહે, હું નહીં જાઉં એમ ઉત્તર કહે. ૯
તેને બમણી ખેપ આપી ઘેર, ખોખલો મોકલ્યો એણી પેર;
*
પંડો ખોખલો પોંહચ્યો સહી, નરસૈં મહેતાને વિનતી કહી. ૧૧
બેઠો થાને તું તો લંડ, શું માંડી બેઠો પાખંડ;
*
કહો ક્યાં આવ્યો મારો નિર્ધન બાપ, મારું તે મલીયું પૂરણુ પાપ. ૧૫
ભેટ્યા વેવાઈ જાણે વળગ્યું ઝોડ, શું લાવ્યા મામેરું મોડ;
પ્રેમાનંદે પણ જેની તક લીધી નથી એવું આ પ્રાકૃતીકરણ છે! એમાં વપરાયેલી ગાળાગાળીની ભાષા ‘હારમાળા’નાં અન્ય પદોની જેમ આ પદને પણ નરસિંહકૃત માનવા દે તેવી નથી. શ્રીપાત પંડિતને મુખે આ વાત મુકાયેલી છે એ બચાવ પણ કારગત નીવડે તેમ નથી. પદને અંતે નરસિંહની નામછાપ મળતી નથી એ પણ સૂચક છે. ૧૯મા ૫દમાં મામેરાના પ્રસંગના ઘણા તંતુઓ અછડતી રીતે જોડી દીધેલા દેખાય છે. આરંભમાં તાળ વાતા નરસિંહ પ્રત્યેની કુંવરબાઈની અકળામણ અને નરસિંહનો ઉત્તર આલેખાયાં છે. પછી સમોવણનો પ્રસંગ પાંચેક કડીઓમાં નિરૂપાયો છે અને છેલ્લે મામેરાની ટૂંકી ટીપ છે – ન હોય તો અમારી પાસેથી ઉછીના લો એવા વેવાઈના સૂચન સાથે. આ પદમાં પણ છેલ્લે નરસિંહની નામછાપ નથી. નરસિંહનું કર્તૃત્વ માનવાનું ભાગ્યે જ મન થાય એવી આ રચના છે. આ પદ બે પદો રૂપે અન્યત્ર મળે છે એમ સંપાદકે નોંધ્યું છે, પણ એથીયે પરિસ્થિતિમાં ખાસ ફેર પડતો નથી. સૂચવાયેલું વિભાગીકરણ સમોવણના પ્રસંગને બે પદમાં વહેંચી નાખે છે અને બન્ને પદમાં એની સાથે બીજી ઘટના જોડાયેલી રહે છે! પદ ૨૦થી ૨૩ પ્રાર્થનાનાં પદ છે. બધામાં નરસિંહની નામછાપ મળે છે એથી એ પદોને નરસિંહનાં નહીં માનવાનું પ્રથમ દૃષ્ટિએ કોઈ કારણ જણાતું નથી. એમાંથી ૨૧થી ૨૩ એ ત્રણ પદ તો નરસિંહના પ્રિય ઝૂલણબંધમાં છે. ૨૦મું પદ જુદા ઢાળનું છે, બે જ કડીનું છે અને પહેલી કડી અસ્પષ્ટ છે, તેથી જુદું તરી આવે છે અને નરસિંહનું હોવા વિશે તેમજ એના પાઠની અધિકૃતતા વિશે શંકા જાગે છે. પદ ૨૪થી ૨૬મા નરસિંહની નામછાપ છે પણ ૨૩મા પદમાં ભગવાને છાબ પૂરી અને નરસિંહને આનંદ થયો એવી પંક્તિઓ છેલ્લે આવે છે, તે પછી ૨૪થી ૨૬મા પદમાં લક્ષ્મીજીને લઈને ભગવાન આવે છે અને છાબ પૂરે છે એ ઘટના વીગતે વર્ણવાય છે. એથી, ઓછામાં ઓછું, આ સંબદ્ધ રચના નથી એની પ્રતીતિ થાય છે. નરસિંહનાં મામેરાવિષયક પદોને પછીની પરંપરા સાથે મૂકી જોવાનું પણ ફળદાયી બને તેમ છે, પરંતુ એ તપાસ નરસિંહને નામે મળતાં સઘળાં પદોને અનુલક્ષીને છેલ્લે કરવા ધારી છે. હાલ તુરત ‘કાવ્યસંગ્રહ’માં મળતાં મામેરાવિષયક પદો વિશે આપણે એટલું કહી શકીએ કે – ૧. આ પદોનું હારપ્રસંગનાં પદો સાથે સ્થાન અને તે પણ મોડા સમયની કેટલીક હસ્તપ્રતોમાં – તે હકીકત નરસિંહના કર્તૃત્વને સંદિગ્ધ બનાવે છે. ૨. આ પદોમાં મામેરાનો પ્રસંગ સળંગસૂત્ર રીતે વર્ણવાતો નથી. એમને આપણે છૂટાં પદો રૂપે જ જોવાનાં રહે છે. ૩. કેટલાંક પદોની ભાવ, ભાષા ને રચનાની કક્ષા એ પદોને નરસિંહનાં નહીં માનવા પ્રેરે એવી છે. ૪. પ્રાર્થનાનાં પદો નરસિંહનાં હોવાની વધુમાં વધુ શક્યતા ધરાવે છે.
૨
ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ (મુંબઈ)ના સં. ૧૯૮૬ (ઈ. ૧૯૩૦)-ના મોટા કાર્તિકી પંચાંગ (હવે પછી ‘પંચાંગ’ તરીકે ઉલ્લિખિત)-માં નરસિંહકૃત ‘મામેરા’નો ૨૫ પદોનો પાઠ નટવરલાલ ઇચ્છારામ દેસાઈએ છપાવેલો છે (પૃ. ૧૮-૨૦). શ્રી દેસાઈને મળેલી પ્રત કયા સમયની છે એ વિશે કશો નિર્દેશ નથી, પણ એ પ્રત ખંડિત હોવાનું એમણે નોંધ્યું છે. છેલ્લું ર૫મું પદ એમણે ‘કાવ્યસંગ્રહ’માંથી ઉમેર્યું છે તે ઉપરાંત પદ ૧૦, ૧૮, ૨૧ અને ૨૪ એ ચાર પદો પ્રો. ગજેન્દ્રશંકર લા. પંડ્યા પાસેથી એમણે મેળવેલાં છે. એટલે કે આ એક સંકલિત વાચના છે, સ્વતંત્ર વાચના નથી.
આવી સંકલિત વાચના ઊભી કરવાનું ઔચિત્ય વિવાદાસ્પદ છે. અર્થસંગતિની દૃષ્ટિએ પણ ઉમેરાયેલાં પદ મુશ્કેલી ઊભી કરે છે. પદ ૯માં સમોવણનો પ્રસંગ આલેખાયો છે જેનું સીધું અનુસંધાન પદ ૧૧માં છે. ઉમેરાયેલું ૧૦મું પદ ૯મા અને ૧૧મા પદની જ હકીકતોને પુનરાવૃત્ત કરે છે. ૧૮મું પદ કેવળ પ્રાર્થનાનું છે એટલે એથી કંઈ મુશ્કેલી નથી ને એની કંઈ આવશ્યકતા પણ નથી. ૨૦મા પદમાં ‘છાબમાં છાયલ ચીર તે નવનવા, પૂર્યાં પીતાંબરે કાજ કીધું’ એમ વર્ણવાઈ ગયા પછી ૨૧મું પદ ‘મહેતા કહે દીકરી, ભજને તું શ્રીહરિ, કરશે પહેરામણી તેડો ડોશી’ એમ શરૂ થાય છે તે પણ પહેલી દૃષ્ટિએ જ અસંગત લાગે છે. એ જ રીતે, ૨૩મા પદમાં ‘અંતર્ધ્યાન થયાં સર્વ જોતા’ એમ કહ્યા પછી ૨૪મા પદમાં ‘બાંધી છે પળવટ શેઠ દામોદરે, જે જોયે વસ્ત્ર તે આપે કાઢી’ એમ વર્ણવાય છે એ પણ આ ઉમેરો નિરર્થક છે એમ બતાવે છે. આમ, ગજેન્દ્રશંકર પંડ્યા પાસેથી મળેલાં પદો અહીં બિનજરૂરી હતાં અને એ નરસિંહકૃત ‘મામેરા’ની બીજી પરંપરાનું સૂચન કરે છે. આ ચારે પદો હવે પછી નોંધાનારી મગનભાઈ દેસાઈ સંપાદિત વાચનામાં મળે છે એ હકીકત એ સૂચનને સમર્થન આપે છે.
શ્રી દેસાઈએ એક સંકલિત વાચના ઊભી કરવાને બદલે મામેરાવિષયક પદો એકઠાં કરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે. એટલે આપણે હવે ઉમેરાયેલાં પદોને બાજુ પર રાખી ૨૦ પદોની વાચનાનો જ વિચાર કરીએ.૧Cite error: Closing </ref> missing for <ref> tag :
૧. નરસિંહ : ‘માગું શું નવલ હું? તમને વલ્લભ જે,
મુજને દીજીએ દાસ જાણી.’
ગોવિંદ : મેં માગ્યું ‘સ્વામી આપો એહ,
તમ જાણતાં વલ્લભ જેહ.’
૨. નરસિંહ : ‘શ્રી હરિહર હુંને મળ્યા, સાંભળો :
માત માહરી તે, તારી કૃપાય.’
પ્રેમાનંદ : ‘હરિહર બન્ને મુજને મળ્યા તે, ભાભી, તારું પુણ્ય.’ આ ઉપરાંત, નરસિંહમાં સાત ઉપવાસનો ઉલ્લેખ મળે છે તે પ્રેમાનંદમાં પણ છે. દેશમાં નરસિંહની ‘વાત વાગે’, એનું દર્શન કરવા ગામેગામથી હરિજન આવે અને ‘લાર લાગે’, ભાઈભોજાઈ અકળાઈને જુદા રહેવાનું સૂચવે અને નરસિંહ મહેતા જૂનાગઢ જાય – આ બધી હકીકતો માત્ર નરસિંહના પદમાં છે, આખી પરંપરામાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.
પદ ૩(પં)માં પુત્રને વડનગરમાં પરણાવ્યાની હકીકત મળે છે તે પણ અહીં જ મળે છે. પુત્રીનું સાસરું ઉના બતાવાયું છે, જ્યારે વિષ્ણુદાસ વિજયનગર અને વિશ્વનાથ જાની માંગરોળ જણાવે છે; અન્ય કવિઓ ગામનામ આપતા જ નથી. પદ ૩ અને ૪ (પં)માં વચ્ચેની પરંપરામાં દેખા ન દેતાં અને છેક પ્રેમાનંદ સાથે અનુસંધાન દર્શાવતાં વિચાર-વર્તનો ને વાણીપ્રયોગો નજરે પડે છે. જેમકે,
૧. નરસિંહ : પત્નિ ને પુત્ર તે, બે મરણ પામિયાં,
નગરના લોક તે કરે રુદન.
અવધ જેહની થઇ, તેહ જાય સહી,
લેશ નહિ શોક કરતું રે મન.
પ્રેમાનંદ : સ્ત્રીસુત મરતે રોયાં લોક, મહેતાને મનમાં નહિ શોક.
૨. નરસિંહ : સાસરીઆ અભિમાન રાખે.
પ્રેમાનંદ : છે સાસરિયાંને ધનઅભિમાન.
૩. નરસિંહ : ‘હરખ વહુવર તણો ક્યમ કરી પોંહચશે,
નરસૈંયો નિર્ધન એનો તાત.
આપણા ઘર થકી સરવ વિધિ કરો.’
પ્રેમાનંદ : ‘વહુને ઓરિયો વીતે ખરો,
કાંઈક મોસાળું ઘેરથી કરો.’
૪. નરસિંહ : ‘આવીઓ અવસર નહીં સાચવો તાત...’
પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે...’
કંકોત્રી લઈ જનાર બ્રાહ્મણનું નામ ખોખલો પંડ્યો, આગળ કહ્યું તેમ, કૃષ્ણદાસ સિવાય બધે મળે છે; કૃષ્ણદાસ માત્ર ‘દુર્બળ બ્રાહ્મણ’ કહે છે. પણ કુંવરબાઈ એને એકાંતે બેસાડીને વાત કરે છે એવું નિરૂપણ માત્ર નરસિંહ અને પ્રેમાનંદમાં છે. વિષ્ણુદાસ કૃષ્ણદાસ અને ગોવિંદ દ્વારે કે ઝાંપે ઊભા રહીને વાત કર્યાંનું વર્ણવે છે.
પદ ૭(પં, અ, બ)માં પણ પ્રેમાનંદ સાથે અનુસંધાન ધરાવતી પંક્તિ ફરી વાર જડે છે :
નરસિંહ : ‘આવીઓ અવસર જો નહિ સાચવો,
તો સાસરિયામાં થાશે મહેણું.’
પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે,
તો ભવનું મહેણું મુજને થશે.’
ખોખલો પંડ્યો નરસિંહ પાસે આવે છે અને મહેતાજી મામેરું કરવા નીકળે છે તે વખતના નિરૂપણમાં પણ પ્રેમાનંદ સાથે વિચાર કે અભિવ્યક્તિનું સામ્ય દર્શાવતી પંક્તિઓ જોવા મળે છેઃ
૧. નરસિંહ : ‘કો કોને ભજે થાય ધરણીધરા,
મારે નવનિધ એક તું જ, રાજ.’
પ્રેમાનંદ : ‘ત્રિકમજી, ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’
૨. નરસિંહ : ‘આવીઉં સીમંત, જાવું છે જદુપતિ...’
પ્રેમાનંદ : ‘મોસાળું લઈ આપણે જાવું, બાઈનું છે સીમંતજી.’
૩. નરસિંહ : મામેરૂં કરવાને મેહેતાજી ચાલીઆ....
પ્રેમાનંદ : મહેતાજી મામેરે ચાલ્યા...
નરસિંહની નીચેની પંક્તિઓનો ભાવ કૃષ્ણદાસ અને ગોવિંદમાં પણ મળે છે, પરંતુ અભિવ્યક્તિનું સામ્ય એનું પ્રેમાનંદ સાથે છે એ જોઈ શકાશેઃ
નરસિંહ : આવી ઊભી રહી : ‘તાત, ત્રેવડ નહિ,
શીદ આવીઆ ઉપહાસ થાવા,
લોક નિંદા કરે, સર્વે જોવા ફરે,
તાળ વાઇ વળી ગીત ગાવા.’
કૃષ્ણદાસ : ‘ઠાલામાલા આવ્યા શીદ, જણતાં ટૂંપો શેં નવ દીધ,
ઠગવિદ્યા કરશે સારું ગામ, નાવ્યા હોત તો એક જ નામ.’
ગોવિંદ : ‘જો નોહોતી મામેરાની પેર્ય, તો શીદ આવ્યા મારે ઘેર્ય?
આગે સહુકો મુહુને મિહિણાં દે, દાઢી ઊઠી તાલકુટિયાની કહે.
નાગર ઠગવિદ્યા કરે...’
પ્રેમાનંદ : ‘નાગરી નાતે રહેશે કેમ લાજ,
ધન વિના આવ્યા શેં કાજ?’
‘શું કરવા આવ્યા ઉપહાસ? સાથે વેરાગી લાવ્યા પંચાસ;
શંખ તાળ ને માળા ચંગ, એ મોસાળું કરવાના ઢંગ?’
નરસિંહના પદમાં આ પ્રસંગે નરસિંહ કુંવરબાઈને ‘છાબ ઠાલી ધરો મંડપ માંહે’ એમ કહે છે; પ્રેમાનંદમાં બીજે દિવસે મોસાળાની તૈયારી થાય છે એ વખતે નરસિંહ કુંવરબાઈને ‘વિશ્વાસ આણી હૃદે માંહે એક છાબ ઠાલી જઈ ધરો’ એમ કહે છે. મામેરાવિષયક કાવ્યોની સમગ્ર પરંપરામાં આ સિવાય ક્યાંય આ પ્રકારની ઉક્તિ મળતી નથી; ઠાલી છાબ મુકાયાની હકીકત, અલબત્ત, આવે છે.
નરસિંહના પદ ૮ (નકાસં, પં, હા), ૯ (નકાસં, હા) અને ૧૦(અ, બ)માં સમણનો પ્રસંગ આલેખાયેલો છે – અલબત્ત, પુનરાવર્તનથી. એ નોંધપાત્ર છે કે કૃષ્ણદાસ અને ગોવિંદમાં કુંવરબાઈ એની નણંદ પાસે ભૂતકાળના બનાવ તરીકે આનો ઉલ્લેખ કરે છે એટલું જ આવે છે :
કૃષ્ણદાસ : ‘બાઈ મામેરું કશે નવ કરે, હૂંડી જે પાછી નવ ફરે;
અવસર વિણ આણ્યો’તો મેહ, હજી મનમાં રાખો સંદેહ.’
ગોવિંદ : ‘કહિ પુત્રી, ‘બાઈ, જાણે શંન,
ઊષ્ણ જલ મેહેલ્યૂ જિણે દિન,
માગ્યૂ સમવણ, નાપે કોય, સાર કીવી સામલિયે સોય,’
વિષ્ણુદાસમાં આ પ્રસંગ સાવ અછડતી રીતે આમ જ આલેખાયેલો મળે છે૩[1] :
વેવાણે વેવાઈને કુડ જ કર્યું, નાવા પાણી ખળખળતું ધર્યું,
એમાં સમોવણ જોઈએ અપાર, પુત્રીની નણદી બોલી તેણી વાર.
તમો કહેવાઓ રાએ હરી.
એટલે આ પ્રસંગના વિસ્તૃત નિરૂપણ માટે આપણે છેક વિશ્વનાથ અને પ્રેમાનંદ સુધી નજર દોડાવવી પડે છે. એમાં પણ આઠમું પદ તો આખું ને આખું વિશ્વનાથના ‘મોસાળાચરિત્ર’માં છપાયેલું મળે છે! ઉપરાંત, નવમા પદમાંનો એક વિચાર પણ વિશ્વનાથમાં મળે છે :
નરસિંહ : ‘કામણ મોહણ છે કાંઈ એ કને,
મંત્રને બળે અણાવ્યું રે પાણી.’
વિશ્વનાથ : ‘યંત્ર મંત્ર કામણ એ જાણે, વરસાવ્યો વરસાદ.’
આ પદમાં વેવાઈ પહેરામણીની ટીપ આપે છે એ આખી પરંપરામાં જોવા ન મળતી વાત છે. અહીં જમાઈ એક સૂચન કરે છે તે વિષ્ણુદાસમાં દિયરને નામે નોંધાયેલું છે :
નરસિંહ : તેણે સમે જમાઈએ વાત એવી કહી :
‘તારી દીકરીની સૌએ ઢીગ માંડી.
સહસ બે સહસ આપું અછીના તુંને;
રાત માહે પરો જા-નાં છાંડી.’
વિષ્ણુદાસ : મોટા દિએરનું નારણદાસ નામ,
ઠગવિદ્યાને કર્યો પ્રણામ,
‘જે જોઈએ તે મેતા તમે અહીંથી લો,
આજની શોભા અમને દો.”
નરસિંહનાં પદ ૧૧ (પં), ૧૨ (પં) અને ૧૩(પં)માં પહેરામણીની યાદીનો પ્રસંગ આલેખાયો છે. વિષ્ણુદાસમાં નરસિંહ ઘરડાં બાઈજીને પૂછીને કાગળમાં પહેરામણીની યાદી લખી લાવવાનું કહે છે. પરંતુ કુંવરબાઈ છણકો કરીને ‘લાવનારા હતા તો ઠાલા શું આવીઆ, દાદાજી લખો રે માંહે બે પાણીઆ’ એમ કહે છે. એટલું જ છે; પછી યાદીનો કોઈ પ્રસંગ વર્ણવાતો નથી. કૃષ્ણદાસમાં કુંવરબાઈ પિતાના કહેવાથી પહેરામણીની યાદી કરે છે ને સાસુનણંદને પૂછવા જતાં એ ‘લખો વળી બે મોટા પહાણ’ એમ કહે છે એટલી વાત છે; પહેરામણીની વસ્તુઓની વીગતવાર સૂચિ નથી કે વડસાસુ પણ નથી. ગોવિંદમાં પણ સાસુ, નણંદ, જેઠાણી વગેરે મળી યાદી કરે છે અને ‘ઘરડાં બાઈજી’ને પૂછતાં તે બે પાણા લખાવે છે એવું નિરૂપણ છે; પહેરામણીની વસ્તુઓની યાદી નથી. પહેરામણીની વસ્તુઓની વીગતે યાદી વડસાસુ કરાવે અને નણંદ છણકો કરીને બે પાણ લખાવે, એવું આલેખન વિશ્વનાથ અને પ્રેમાનંદમાં મળે છે અને પહેરામણીની યાદીથી કુંવરબાઈને ધ્રાસકો પડે એવું ચિત્રણ તો પ્રેમાનંદમાં જ મળે છે. નરસિંહમાં વડસાસુ છે, એની ખંધાઈ છે, પહેરામણીની વસ્તુઓની સૂચિ છે અને એ જોઈને કુંવરબાઈને થતો સંતાપ પણ છે. અલબત્ત, નણંદનો છણકો અને બે પાણાની વાત નથી. બીજી પંક્તિઓ જવા દઈએ તોપણ નરસિંહમાં મળતી કેટલીક માર્મિક પંક્તિઓનું પ્રેમાનંદ સાથેનું સામ્ય ઉઘાડું છે :
૧. નરસિંહ : વદનહસાળી વડસાસુજી બોલીઆ,
‘એહ વાત માંહે સંદેહ શો છે?
વૈષ્ણવ લેઈ વેહવાઈ ઘર આવીઆ,
કોડ અમારા ક્યમ ન પોંહચે?’
પ્રેમાનંદ : વડસાસુ ઘણું ભારે માણસ,
બોલ્યાં મર્મવચન, વહુજી.
‘વડી વહુઅર, તમે કાંઈ ન જાણો,
મહેતો વૈષ્ણવજન વહુજી.
*
‘રૂડો વેવાઈ આંગણે આવ્યો,
કોડ ન પહોંચે કેમ, વહુજી.’
૨. નરસિંહ : ‘અમો ઘરડા થઈ ધરમ લખાવીશું...’
પ્રેમાનંદ : ‘અમે ઘરડાં માટે ધર્મે લખાવ્યું...’
૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો
પ્રાણી સકલ વદે ધન્ય વાણી.’
પ્રેમાનંદ : ‘એ લખ્યાથી અધિકું કરશો તો,
તમારા ઘરની લાજ, વહુજી.’
૪. નરસિંહ : ‘ડોસીએ પત્ર માંહે જે લખાવીઉં,
આપી કોણ શકે તે પ્રભુ પાખી?’
પ્રેમાનંદ : ‘લખેશરીથી ન પડે પૂરું, એવું એણે લખાવ્યું રે.’
૫. નરસિંહ : ‘સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું,
સીમંત મારે શીદ આવીઉં?’
પ્રેમાનંદ : ‘સાધુપિતાને દુઃખ દેવાને મારું
સીમંત શાને આવ્યું રે?’
૬. નરસિંહ : મહેતોજી ઓચર્યા, ‘દીકરી માહરી,
શ્રીહરિનો વિશ્વાસ રાખો.’
પ્રેમાનંદ : મહેતોજી કહે, ‘પુત્રી મારી, રહેજો તમે વિશ્વાસે રે.’
નરસિંહનું પદ ૧૪ (પં) આખું વિશ્વનાથના ‘મોસાળાચરિત્ર’ના ‘બૃહત્ કાવ્યદોહન’ ભા. ૮માં મુદ્રિત પાઠમાં મળે છે, જોકે ‘નરસૈં મહેતાનું આખ્યાન’ના પાઠમાં એનો સમાવેશ નથી. પણ એમાંનો એક વિચાર જરા જુદા સંદર્ભમાં પ્રેમાનંદમાં મળે છે એ હકીકત નોંધપાત્ર છે.
નરસિંહ : ‘મારે કાજે રખે જાતો કહી માગવા,
કષ્ટે મ લાવીશ કરજ કાઢી.’
પ્રેમાનંદ : ‘દામોદરને નથી કાંઈ દોહ્યલું, નહિ જ કરજ કોનું કાઢે.’
નરસિંહના પદ ૧૬(બ)માં છાબમાં પરવતફળ (પાણા) મૂકવાની વાત જરા ક્લિષ્ટ રીતે આવે છે તે પણ પ્રેમાનંદમાં જ સુંદર રીતે મુકાયેલી મળે છે : ‘મૂકો છાબ માંહે બે પહાણ, વાયે ઊડી જાશે.’
નરસિંહનાં પદ ૧૯ (નકાસં, પં, અ, બ), ૨૦ (પં), ૨૧ (નકાસં, પં, હા), ૨૨ (અ, બ), ૨૩ (અ, બ), ૨૪ (પં) અને ૨૫(નકાસં, હા)માં ભગવાન લક્ષ્મીજીની સાથે દામોદર દોશીને રૂપે આવે છે અને મોસાળું કરી જાય છે એ પ્રસંગ આલેખાયો છે. ભગવાન પ્રત્યક્ષ રૂપે આવે એ કલ્પના પરંપરામાં મોડેથી પ્રવેશેલી જણાય છે. વિષ્ણુદાસમાં આ પ્રસંગનાં પરસ્પર વિરોધાભાસી નિરૂપણો પ્રાપ્ત થાય છે?
છલક છાબ સોનૈયે ભરી, અંત્રીખથી ઓચિંતી પડી,
લખમી ત્રુઠ્યાં કરુણા કરી, લેઈ વસ્ત્ર ઉપર પરવરી.
નીલાપીળા સાળુની જોડ, દોશી થઈ બેઠા રણછોડ.
નણદી અચકામચકા કરે, કુંવરબાઈ છાબ લઈ આગળ ધરે. ‘જે જોઈએ તે નણદી તમો આમાંથી લો.’ ‘ભાભી તમારે બાપે શું કર્યું, મોસાળું તો શ્રીકૃષ્ણે કર્યું. દ્વારકાથી કૃષ્ણદેવ આવિયા, મોસાળું તો તે લાવિયા.’
નણંદની નાનકી નાનબાઈ નામ, તેને એક કાપડું આલવાનો ઠામ; પૂરનારો તાં પૂરી ગયો, નરસૈં મહેતો બેસિયો. દેખીતી રીતે જ, આમાં કંઈક ભેળસેળ થઈ ગયેલી જણાય છે અને તેને લીધે ભગવાન પ્રત્યક્ષ આવેલા કે કેમ તે વિશેનો કવિને અભિપ્રાય અસ્પષ્ટ રહે છે. કૃષ્ણદાસ પણ એક બાજુથી ગરુડાસને બેસીને મામેરું લઈને આવતા ભગવાનને વર્ણવે છે ને ‘દોશી થઈ બેઠા ભગવાન’ એમ કહે છે, તો બીજી બાજુથી વડસાસુને લૂગડાં વહેંચતી અને ‘કોણ કનેથી વહોર્યા એહ’ એવો સંદેહ વ્યક્ત કરતી બતાવે છે, પરંતુ ‘સામળ દોસી છાનો વસે’ એવી પંક્તિથી એ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ આપે છે – ભગવાન પ્રત્યક્ષ છે તે માત્ર નરસિંહને જ, એમ એને અભિપ્રેત છે. નણંદની દીકરીવાળો પ્રસંગ કૃષ્ણદાસમાં નથી એ નોંધપાત્ર છે. ગોવિંદમાં પણ નરસિંહ ભગવાનને પ્રત્યક્ષ જુએ છે અને એની સાથે વાર્તાલાપ કરે છે તેમજ ‘દોશી થઈ બેઠા જગદીશ’ એવી પંક્તિ આવે છે, પરંતુ પહેરામણીની વહેંચણી તો નરસિંહને હાથે જ થતી બતાવાય છે અને ‘માહામેરુ રૂડું કરું તારા તાતે’ એમ એનો સ્વીકાર થાય છે. એટલે કે ભગવાન નરસિંહ સિવાય કોઈને પ્રત્યક્ષ નથી એવો અભિપ્રાય છે. નણંદની દીકરી રહી ગઈ તે પ્રસંગ અહીં છે, પણ નરસિંહની પ્રાર્થનાથી અંતરીક્ષમાંથી અમરી ઊતરીને એને પહેરામણી કરે છે એવું વર્ણન મળે છે. કૃષ્ણદાસ અને ગોવિંદમાં લક્ષ્મીજી નથી એ નોંધપાત્ર છે. ભગવાન અને લક્ષ્મીજી દોશી અને દોશેણને રૂપે આવે, મંડપમાં બેસી પહેરામણી કરે અને લક્ષ્મીજી કુંવરબાઈની સંભાળ લે – એવું સ્પષ્ટ વર્ણન પહેલી વાર વિશ્વનાથમાં જ-અને પછી પ્રેમાનંદમાં – મળે છે. નણંદની દીકરીવાળો પ્રસંગ વિશ્વનાથમાં એવા કોઈ નામોલ્લેખ વિના મળે છે : કાપડું એક વીસર્યું તેની વિશ્વે જાણી વાત, કૃષ્ણજીએ કાપડાંનો, વરસાવ્યો વરસાત. વીગતો ઉપરાંત અભિવ્યક્તિ પરત્વે પણ નરસિંહનાં આ પદોનું સામ્ય વિશ્વનાથ અને પ્રેમાનંદ સાથે છે. નરસિંહના ૧૯મા પદની બધી કડીઓ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’ના એક પદમાં મળે છે-વિશ્વનાથમાં થોડી કડીઓ વધારે છે. આ સિવાય પણ નરસિંહની કેટલીક પંક્તિઓનું વિશ્વનાથ અને વધુ તો પ્રેમાનંદ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે. ૧. નરસિંહ : મહેતો કહે : ‘દીકરી, ભજ-નાં તું શ્રી હરિ, કરો-નાં પહેરામણી, તેડો ડોશી. આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પરસિદ્ધ દામોદર દોશી.’ પ્રેમાનંદ : મહેતેજીએ તેડી દીકરી, ‘આ છાબ જુઓ શામળિયે ભરી; પહેરાવો સહુ નાત નાગરી, આ અવસર નહીં આવે ફરી.’ ૨. નરસિંહ : હરખ પામી ઘણું : ‘કામ થ્યું આપણું’, ધાઈ આવી વડ સાસુ પાસે, ‘મહેણાં દેતાં ઘણું, ભગતથી લાજતાં, તે લખપતિ તાતે મારી પૂરી આશ.’ પ્રેમાનંદ : કંકાવટી કર માંહે ધરી, સાસુ પાસે વહુ સંચરી, * ‘વૈષ્ણવ કહીને દેતાં ગાળ...’ * ‘જુઓ કમાઈ દુર્બળ તણી...’ ૩. નરસિંહ : બાંધી છે પલવટ દોશી દામોદરે, જોયે તે વસ્ત્ર આપે છે કાઢી. પ્રેમાનંદ : નાગરની ભીડ ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી, આવ્યા છાબ પાસે વનમાળી, છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી. ૪. નરસિંહ : કાપડું એક તે પૂરિયું જરકસી, શાંત કીધી ઓલી ઘરડી ડોશી. પ્રેમાનંદ : સારું ખીરોદક ખાધે મૂકી, ડોશીને સમજાવ્યાં જી. ૫. નરસિંહ : રમાએ કુંવરબાઈ રૂદિયા શું ચાંપીઆ, મસ્તક હાથ મૂકીને પૂછે : ‘આવડી દૂબળી ક્યમ કરી, દીકરી, કહે વારૂ તુને દુઃખ શું છે?’ વિશ્વનાથ : કૃપા કરીને રૂદયા લીધાજી, ‘પુત્રી તેં કાં ચિંતા કીધી જી?’ * શિર કર ફેરવ્યો દોશેણ માત જી. પ્રેમાનંદ : એવું કહેતામાં કમળા હીંડ્યાં રે, કુંવરબાઈને હૃદે શું ભીડ્યાં રે, ‘મારી મીઠી ન ભરીએ આંસુ રે...’ ૬. નરસિંહ : ‘મેહેતાજી સાથે માયા એવી ક્યારૂની?’ માન તજી પૂછે વેહેવાણ વાતે, લક્ષ્મીજી ઓચર્યાં : ‘આદિ ને અંતની, માયા અમારી એ મેં જ જાણું. અમારે આ વૈભવ આપ્યો મેહેતા તણો, એક રસના કરી શું વિખાણું? પ્રેમાનંદ : વેવાણ કમળાને એમ પૂછે રે, ‘મહેતા સાથે સગપણ શું છે રે?’ ‘વેપાર દોશીનો, ઘેર કોઠી રે, અમને ઓથ નરસૈંયાની મોટી રે.’ નરસિંહમાં મોસાળું થવાના પ્રસંગે નોંધાયેલો એક વિચાર વિષ્ણુદાસમાં સમોવણના પ્રસંગે, તો ગોવિંદ અને વિશ્વનાથમાં મોસાળું થવાના પ્રસંગે જ જોવા મળે છે? નરસિંહ : વેવાઈ મનમાં કરે વિચાર, ‘એ કોએક કારણ અવતાર.’ વિષ્ણુદાસ : મનમાં કરો વિચાર, ‘નરસિંહ મહેતો કો કારણ અવતાર.’ ગેાવિંદ : વેવાઈ વેવાણ્યો કરે વિચાર, ‘નરસિંહ મહેતો કો કારણ અવતાર.’ વિશ્વનાથ : કુંવરબાઈ હરખ્યાં અપાર જી, પિતા માહારો કારણ અવતાર જી.’ છેલ્લે ‘આત્મચરિતનાં કાવ્યો’માં છોડી દેવાયેલાં અને અન્યત્ર નરસિંહને નામે મળતાં પદોને પરંપરાના સંદર્ભમાં તપાસી લઈએ. ‘કાવ્યસંગ્રહ’ના પદ ૧૮(હા)માં ખોખલો પંડ્યો છે, વડસાસુ છે અને એકબે પંક્તિ સ્પષ્ટ રીતે પછીની પરંપરામાં જોવા મળે છેઃ ૧. નરસિંહ : ‘જો નહોતી મામેરાની પેર તો શું આવ્યા દીકરીને ઘેર?’ વિષ્ણુદાસ : ‘જો તમારે હોએ મોસાળાની પેર તો તમો આવજો મારે ઘેર.’ ગોવિંદ : ‘જો હોએ માહામેરાની પેર્ય, તો તહ્મો આવજ્યો માહારે ઘેર્ય.’ * જો નોહોતી માહામેરાની પેર્ય, તો શીદ આવ્યા માહારે ઘેર્ય?’ ૨. નરસિંહ : “મામેરું કરશે શ્રી ગોપાળ, નરસૈં મહેતો વજાડે તાલ.’ કૃષ્ણદાસ : ‘બાઈપુત્રી જાણે ગોપાળ, મહેતો બેઠા વાહાએ તાળ.’ ‘પંચાંગ’નું ૧૧મું પદ તો આખું જ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’માં મળે છે. ૧૦ નરસિંહનાં પદોની પાછળની પરંપરા સાથેની તુલનામાંથી ચોખ્ખું દેખાઈ આવે છે કે એ પદો પર કૃષ્ણદાસ, ગોવિંદ વગેરેનો થોડો તો વિશ્વનાથ અને પ્રેમાનંદનો વિશેષ પ્રભાવ છે. પ્રેમાનંદનો તો સૌથી વધારે પ્રભાવ છે. આ પ્રભાવવાળા અંશો બાદ કરતાં નરસિંહમાં બહુ ઓછું બચે. ‘આત્મચરિતનાં કાવ્યો’નાં પદ ૫ (નકાસં, પં, હા), ૬ (પં), ૧૫ (નકાસં, પં, અ, બ), ૧૭ (નકાસં, પં), ૧૮ (અ, બ) ‘કાવ્યસંગ્રહ’ના ૫દ ૨૧ ૫ર આપણે પાછળની પરંપરાનો પ્રભાવ બતાવી શક્યા નથી. આ બધાં જ પ્રાર્થનાનાં પદો છે! એમને નરસિંહનાં હોવાની શંકાનો લાભ આપવો હોય તો આપી શકાય, પરંતુ એમાંથી ‘આત્મચરિતનાં કાવ્યો’નું પદ ૬ માત્ર ‘પંચાંગ’માં મળતું પદ છે. તે ઉપરાંત, પદાવલિ વગેરેનો વિચાર કરતાં ‘આત્મચરિતનાં કાવ્યો’ પદ ૫ (એટલે ‘કાવ્યસંગ્રહ’નું ૨૦મું પદ)માં નરસિંહના કર્તૃત્વ અંગે આપણે શંકા વ્યક્ત કરેલી છે. બાકીનાં પદોમાંથી ‘આત્મચરિતનાં કાવ્યો’નાં પદ ૧૫ અને ૧૭ તે ‘કાવ્યસંગ્રહ’નાં પદ ૨૨ અને ૨૩ છે. ‘કાવ્યસંગ્રહ’નાં ઝૂલણાબંધનાં ૨૧થી ૨૩ એ પદોને કે. કા. શાસ્ત્રીએ નરસિંહની રચના હોવાની શંકાનો લાભ આપ્યો છે એટલે તેને તથા ‘આત્મચરિતનાં કાવ્યો’ના ઝૂલણાબંધના જ ૧૮મા પદને પણ આપણે શંકાનો લાભ આપી શકીએ. પણ સમગ્રતયા જોતાં નરસિંહની મામેરાવિષયક કોઈ રચના હોવાની સ્થિતિ રહેતી નથી. ૧૧ જેઠાલાલ ત્રિવેદીએ (નરસૈં મહેતા, વ્યક્તિત્વ અને કર્તૃત્વ, ૧૯૭૩, પૃ. ૧૨૭-૨૮) આત્મચરિતનાં અન્ય કાવ્યોની સાથે ‘મામેરું’ને નરસિંહકૃત નહીં હોવાનું માન્યું છે તેનો પણ, છેલ્લે, વિચાર કરી લઈએ. એમણે નીચેનાં કારણો નિર્દેશ્યાં છે : ૧. સંકલનમાં નજરે પડતી પુનરુક્તિઓ : આ મુદ્દાને આપણે ઉદાહરણો સાથે ચર્ચ્યો છે. ૨. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી જૂની એવી વિશ્વસ્ત સળંગ હાથપ્રતનો અભાવ : ‘કાવ્યસંગ્રહ’નાં પદોને સં. ૧૭૨૫થી ૧૭૫૦ની હસ્તપ્રતનો આધાર છે એમ કહેવાયું છે, જોકે એ હસ્તપ્રત પ્રાપ્ય હોય તો ચકાસવી જોઈએ. તેમ છતાં એ પ્રત પણ નરસિંહના માન્ય સમયથી ૨૦૦-૨૫૦ વર્ષ પછીની છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ૩. ‘ગામ તળાજામાં જન્મ મારો થયો’ એવો આધુનિક આત્મચરિત્રના સ્વરૂપનો ઉપક્રમ અને ઠેરઠેર ત્રીજા પુરુષમાં આવતી ઉક્તિ : પહેલા પદ પછી આવી જતી ત્રીજા પુરુષની રચનાશૈલી તથા પહેલાં ચાર પદમાં પ્રાચીનતાના અંશો નહીંવત્ હોવા તરફ આપણે ધ્યાન ખેંચ્યું છે. ૪. ‘હરખ પામી ઘણું...’ એ પંક્તિઓમાંનું નરસિંહ ન લખે તેવું કુંવરબાઈનું ગર્વવચન : નરસિંહને નામે મળતાં અન્ય પદોમાં નરસિંહ પોતા વિશે ક્યારેક ગર્વથી ઉદ્ગાર કરતો જોવા મળે છે, એટલે એ દૃષ્ટિએ આ જાતના નિરૂપણ વિશે વાંધો લેવાનું કેટલું યોગ્ય છે તે પ્રશ્ન છે, પરંતુ પ્રસ્તુત પંક્તિઓ પર પ્રેમાનંદનો પ્રભાવ છે એ આપણે બતાવ્યું છે. પ. ‘નરસિયો’ શબ્દ મોટે ભાગે કવિછાપ તરીકે નહીં પણ વસ્તુમૂલક અર્થમાં હોવો : આત્મચરિત્રાત્મક કાવ્યમાં વસ્તુમૂલક અર્થમાં આવેલું નામ કવિછાપ તરીકે કામ આપી શકે, અને નરસિંહનાં તો અન્ય પદોમાં પણ પોતાના નામનો આ રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે; એટલે કે ‘ભણે’ના અર્થની રચના હોતી નથી. તેથી આ કારણ પૂરતું મજબૂત નહીં ગણાય. તેમ છતાં કવિછાપની રીત સમગ્રપણે જોતાં વહેમ જગાવે એવી જરૂર છે. જેઠાલાલ ત્રિવેદીએ કાવ્યકૃતિના સધન અભ્યાસ દ્વારા નહીં પણ સહેજે સૂઝેલાં બેત્રણ કારણોને આધારે પોતાનો અભિપ્રાય રચ્યો હતો, પરંતુ આજે આપણે કૃતિના સઘન અભ્યાસથી એ અભિપ્રાયનું સમર્થન કરી શકીએ છીએ.
પાદટીપ :
- ↑ ૩. ભ્રષ્ટ અને ખંડિત પ્રત પરથી છપાયેલી વાચનાનો આ દોષ હોઈ શકે. આ અને બીજી કાવ્યસંકલનની ખામી રચનાની પ્રમાણભૂતતાને પણ સંદિગ્ધ બનાવે એવી છે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.