ગુજરાતી બાળવાર્તા સંપદા/સંપાદક-પરિચય
બાળસાહિત્યમાં સર્જન તેમજ વિવેચન ક્ષેત્રે વિરલ કામગીરી. ચોવીસ વર્ષ અધ્યાપન. ત્યારબાદ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના કોશકાર્યમાં સક્રિય. તા. ૦૨-૦૮-૧૯૪૮ના રોજ પેટલાદ(જિ. આણંદ)માં જન્મ. ‘ગુજરાતીમાં બાલકથાનું સ્વરૂપ અને તેનો વિકાસ’ વિષય લઈને ડૉ. ચંદ્રકાન્ત શેઠના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.
બાળસાહિત્યકાર, વાર્તાકાર, વિવેચક, સંશોધક અને અનુવાદક શ્રદ્ધા ત્રિવેદીએ તેર બાળવાર્તાસંગ્રહો, ત્રણ બાળનાટ્યસંગ્રહો, ત્રીસ જેટલાં બાળસાહિત્યનાં સંપાદનો, રશિયન બાળલોકકથાઓ તથા સુધા મૂર્તિની બાળવાર્તાઓનાં અનુવાદ, પ્રકાશ મનુની બાળવાર્તાઓ તથા કિશોરકથાનો અનુવાદ, છ વિવેચનગ્રંથો, એક વાર્તાસંગ્રહ, દસેક જેટલાં સંપાદનો આપ્યાં છે.
તેઓ દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી બાલસાહિત્ય પુરસ્કાર, બે વાર NCERT પુરસ્કાર, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કાર, નર્મદ સભા તરફથી ફ્રેની રતન માર્શલ ચંદ્રક તથા અખિલ હિંદ મહિલા પરિષદ આયોજિત વાર્તાસ્પર્ધામાં છ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારથી સન્માનિત થયાં છે.
– યોગેશ જોષી