અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/પોપટ બેઠો
પોપટ બેઠો
ધીરુ પરીખ
અધખૂલીઆજવસારે
પોપટનાનોઆવીબેઠો
જીરણઘર-મોભારે.
આછોએવોએકટહુકોકીધો,
વનનોઆખોઉઘાડવેરીદીધો!
બટકેલુંયેનેવેનેવું
પાંદબનીનેફરક્યું,
વળીઓનીડાળેથીશીળું
કિરણછાનકુંસરક્યું,
ભાતભાતનાંફૂલપાંગર્યાં
ઈંટઈંટપર,
સાવશૂન્યનુંફળઝૂલતુંતે
પોપટનાટહુકાએટોચ્યું,
ચાંદરણાંનાંપતંગિયાંશાં
ફૂલફૂલપરઊડ્યાં!
પલભરમાંતો
વનનોઘેઘૂરફાલઝૂમતોહેઠો
પોપટનાનોઘર-મોભારેબેઠો!
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)