પીળું પતંગિયું
લેખક : શામજીભાઈ જમોડ, તારાબહેન જમોડ
(1916)
પીળું પતંગિયું આવે ને જાય,
પકડ્યું કોઈથી ના પકડાય. પીળું.
ફૂલડે ફૂલડે બેસતું રે જાય,
હવાના હીંચકે હીંચતું જાય. પીળું.
પીળું કરેણ ફૂલ ખરી ખરી જાય,
ખર્યું એવું શિવચરણે જાય. પીળું.
કરે ધરી શિવ સૂંઘવા જાય,
ફૂલ પતંગિયું બની બની જાય. પીળું.
શિશુ બની શિવ પકડવા જાય,
પીળું પતંગિયું ના પકડાય,
માળું પતંગિયું ના પકડાય. પીળું.