મર્મર/વર્ષાનું પ્રભાત

From Ekatra Foundation
Revision as of 01:28, 15 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વર્ષાનું પ્રભાત

ન ચંદ્ર, નહિ તારકો, પવનનો ય સંચાર ના;
મહાગહન રાત્રિના નિબિડ અંધકારે ઢળ્યાં
ધરાગગન, રાત આખી નિજ વાત ક્હેતાં રહ્યાં
રહસ્યમય; શબ્દ શાં વરસતાં ધીમે બિન્દુડાં!

અને નીરખ્યું પ્રાતમાં: પૃથિવી અંગઅંગે દીઠી
અસંખ્ય તૃણની પ્રસન્ન પુલકંત રોમાવલિ.