મર્મર/ખોટી ચીજ

From Ekatra Foundation
Revision as of 07:35, 16 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખોટી ચીજ

ખપે ન ખોટી ચીજ
અમને ખપે ન ખોટી ચીજ
મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
અમને૦
અઢળક ચહું અંબાર તેજનો
નહીં ઓછાથી રાચું;
તુજ મુજ પ્રીતના દાવે માગું
તારું સકલ, નહીં યાચું
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
અમને૦
આ જીવનજમનાના ઘાટે
ઘટ ભરનારી ગોપી;
મોહી પડી છું મોહન જગની
મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ.
અમને૦