અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે
Revision as of 09:20, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે|લાભશંકર ઠાકર}} <poem> મૃત્યુ મા...")
મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે
લાભશંકર ઠાકર
મૃત્યુ
મા જેવું
મધુર હાસ્ય કરે
અરવ મૃદુતાથી થપથપાવતું લયબદ્ધ
મૅગ્નેટિક રોટેશનનો સ્વીકાર કરાવી
ઊંડી
ગાઢ
ઊંઘમાં
સરી જવાની
રમત
રમાડવા?