ભજનરસ/નિગમ વેદનો નાદ

Revision as of 07:35, 20 May 2025 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| નિગમ વેદનો નાદ | }} {{Block center|<poem> '''નિગમ વેદનો નાદ સાંભળી''' {{right|'''મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે'''}} '''જાગીને જોતાં મિથ્યા માયા''' {{right|'''માંડ કર્યો છે મટકો રે-'''}} '''જીવ જગત બેઉ અણછતાં છે,''' {{righ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિગમ વેદનો નાદ

નિગમ વેદનો નાદ સાંભળી
મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે
જાગીને જોતાં મિથ્યા માયા
માંડ કર્યો છે મટકો રે-
જીવ જગત બેઉ અણછતાં છે,
ઘટપટાદિક ઘટકો રે,
નિષેધ-પદ તો નિશ્ચે ગયું છે,
હવે નહીં ખટપટનો ખટકો રે-
નર નાટકમાં, નાટક નરમાં,
નાચ નિરંતર નટકો રે,
મૂળદાસ સોં બ્રહ્મ સનાતન
વ્યાપક બીજ વટકો રે-
નિગમ વેદનો નાદ સાંભળી.