ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/એરચ જહાંગીર તારાપોરવાળા

From Ekatra Foundation
Revision as of 14:29, 3 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


એરચ જહાંગીર તારાપોરવાળા

(બી. એ. પી. એચ. ડી; બૉરિસ્ટર-ઍટ-લો.)

એઓ જાતના પારસી; કુટુંબનું મૂળ વતન તારાપોર (ચિંચણ) પણ લાંબા સમયથી તે-કુટુંબ દક્ષણ હૈદ્રાબાદમાં વસેલું અને એમનો જન્મ પણ હૈદ્રાબાદમાં (દક્ષણ) સન ૧૮૮૪ માં થયો હતો. એમના પિતાનું નામ જહાંગીર સોરાબજી તારાપોરવાળા અને માતાનું નામ શીરીનબાઈ હૉરમસજી વિકાજી છે. એમનું લગ્ન સન ૧૯૧૫ માં મુંબઈમાં સુનાબાઈ (જે બરજોરજી પેસ્તનજી પહોંચાજીના પુત્રી થાય તેમની) સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી એમણે ઘેર લીધેલી. સન ૧૮૯૮ માં ભરડા ન્યુ હાઇસ્કુલમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરી હતી. તે પછી તેઓ એલ્ફીન્સ્ટન કૉલેજમાં જોડાયલા અને સન ૧૯૦૩ માં બી. એ., ની પરીક્ષા ઇંગ્રેજી અને સંસ્કૃત ઐચ્છિક વિષયો લઈને પાસ કરી હતી. સન ૧૯૦૯ માં વિલાયત જઈ તેઓ બારિસ્ટર થયલા અને સન ૧૯૧૧ માં હિંદી સરકારની સંસ્કૃત સ્કોલરશીપ મળતાં તેમણે કેમબ્રિજની બી. એ;, ની પરીક્ષા પાસ કરેલી; એટલું જ નહિ પણ ન્યુર્ત્સબુર્ગ (Wurzburg) (જર્મની) યુનિવ્હર્સિટીની ડૉક્ટરની પદવી સંસ્કૃત અને તુલનાત્મક ભાષા શાસ્ત્રનો વિષય લઈને મેળવેલી; અને તે પહેલા વર્ગમાં. આવી ઝળકતી કારર્કિદી સાથે તેઓ હિંદમાં આવી, સેવાભાવથી બનારસ સેન્ટ્રલ હિન્દુ સ્કુલના હેડમાસ્તર તરીકે જોડાયા; તે આગમચ વિલાયત જતાં પૂર્વે તેમણે બે વર્ષ–સન ૧૯૦૯ ને ૧૯૧૦–બનારસ સેન્ટ્રલ હિન્દુ કૉલેજમાં ઈંગ્રેજીના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ સન ૧૯૧૭ થી ૧૯૨૯ ના અંત સુધી તેમનો સંબંધ કલકત્તા યુનિર્વસિટી સાથે થયલો. ત્યાં તેઓ તુલનાત્મક ભાષાશાસ્ત્ર અને ગુજરાતીના અધ્યાપક હતા. ચાલુ વર્ષથી તેઓ કામા આથોરનાન મદ્રેસાના પ્રિન્સિપાલ નિમાયા છે. અધ્યાપક તરીકે કામ કરવા ઉપરાંત સન ૧૯૨૭ માં કામા ઓરિયંટલ ઇન્સ્ટીટ્યુટમાં “Some Aspects of the History of Zorotsrionism’ એ વિષય પર ભાષણો આપ્યાં હતાં; તેમ કવિવર ટાગોર સ્થાપિત વિશ્વભારતીમાં ઈરાની વિષયોના પ્રોફેસર તરીકે તેમની પસંદગી સન ૧૯૨૮ માં કરવામાં આવી હતી, વળી સન ૧૯૧૪માં મુંબઈ યુનિવ્હર્સિટી તરફથી તેમણે તુલનાત્મક ભાષાશાસ્ત્ર વિષે વ્યાખ્યાનો આપ્યાં હતાં. જૂદા જૂદા ધર્મગ્રંથોનો તુલનાત્મક અભ્યાસ, ઇતિહાસ અને ખગોળ, એ એમના પ્રિય વિષયો છે; અને એમના જીવન પર એમના પિતાની, જાણીતી વિદુષી મીસીસ એની બિસેન્ટની અને ભરડા સ્કુલના હેડમાસ્તર મી. જાલભાઈ ભરડાની બહોળી અસર થયેલી તેઓ કહે છે. ઇંગ્લાડના નિવાસ દરમિયાન તેમણે આઇ. સી. એસ. ની પરીક્ષા આપવાનો પ્રયાસ કરેલો અને તેના અંગે અનેક વિષયો વાંચવા પડેલા. આમ એમનું વાચન સર્વદેશી તેમ વ્યાપક બન્યું હતું; પણ વધારે સંતોષકારક તો એ છે કે પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેનો લાભ જનતાને આપવા સારૂ તેઓ સતત ઉદ્યમશીલ રહ્યા છે. જૂદા જૂદા માસિકોમાં છૂટક લેખો લખવા ઉપરાંત એમના નીચે મુજબ ગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે; તેમાં કલકત્તા યુનિવ્હર્સિટી માટે એમણે એડિટ કરી આપેલાં પ્રાચીન ગુજરાતી કાવ્યગ્રંથો ભા.૧ અને ૨ સાહિત્યના અભ્યાસીનું વિશેષ ધ્યાન ખેંચશે.

: : એમના ગ્રંથો : :

Selections from Avesta and Old Persian Part I.
The Religion of Zarathustha.
Some Aspects of the History of Zorostrianism.
૪-૫ Selections from Classical Gujarati Literature Vols. I and II.
Elements of the Science of Language.
અશો જરથુસ્ત્ર.
Instruction of the Young in the Laws of Sex.