કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ચમકે છે!

From Ekatra Foundation
Revision as of 02:56, 17 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૬. ચમકે છે!

આ ચૈતરકેરી ચાંદની શી ચમકે છે!
આ રાત અહો, રળિયામણી શી ચમકે છે!
આ તેજ છટા સોહામણી શી ચમકે છે!
નભની ગોરી ગોવાલણી શી ચમકે છે!
શું શંકર કેરી શ્વેત ભભૂતિ ચમકે છે!
શિવરૂપા કોઈ ગૌર વિભૂતિ ચમકે છે!
આ ગગન કુમુદની કૌમુદી શી ચમકે છે!
આ સોમતણી દિવ્યૌષધિ શી ચમકે છે!
સુરકન્યાનું લાવણ્ય-ચંદન ચમકે છે!
પૃથિવી ઉપર આ વન નંદન શું ચમકે છે!
શાં છલ છલ અનહદ રૂપ ધોળાં ચમકે છે!
નભધરાસભર અપરૂપ બ્હોળાં ચમકે છે!
આ શીળું કો’નું હેત ગરવું ચમકે છે!
ઉર હરતું જોતાં વેંત નરવું ચમકે છે!
તું ફેરવ રે તુજ મુખ આ ગમ! શી ચમકે છે!
આ જો તો સુન્દર–મારા સમ! શી ચમકે છે!
(‘નાન્દી’, પૃ. ૬૫)