કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/સાફ ચદરિયાં

Revision as of 16:06, 17 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૧. સાફ ચદરિયાં

સાફ ચદરિયાં કરો,
હો મનવા, શ્વેત ચદરિયાં ધરો.
મેલી થઈ આ અતિશ, ઊજળી હમણાં અહિયાં કરો.
અસલ રંગ તો કળ્યો કળાય ન; એવા ડાઘા પડ્યા :
જાતજાતના, ભાતભાતના, થરના થર છે ચડ્યા :
મેલ બેઠો છે બહુ આકરો.
ભઠ્ઠીમાં નાખો બહુ તાતી : ઈ વિણ ડાઘ ન જાશે.
નજીકમાં છે ગંગાજળિયો ધરો : તહીં, ધોવાશે.
આ સમો જાય છે ખરો.
હજૂર પાસે હાજર થાવું; કો નવ જાણે ક્યારે.
સાજ સજીને, થઈ સાબદા; જોવી વાટ દુવારે.
હાંક ભેળા બહારા નીસરો.

તા. ૧૯-૬-૧૯૭૮

(‘નૈવેદ્ય’, પૃ. ૧૦૨)