હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/આખરી ને
Jump to navigation
Jump to search
આખરી ને
આખરી ને એક નાનકડું કથન કરવું હતું,
એ પછી આ રંગમંડપને નમન કરવું હતું.
જાતરા કરવી નહોતી મારે એકે ધામની,
ગૌણ ઝરણાંઓનાં જળનું આચમન કરવું હતું.
એ સમય, એ વય અને એ બોલવું ઉન્માદમાં,
ક્યાં મનન કરવું હતું? ક્યાં સંકલન કરવું હતું?
શોધવા મથતો હતો કંઈ કેટલાંયે મૂળિયાં,
વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું.
સર્વ ઓગળતું રહે જેમાં અનાદિકાળથી,
હઠ હતી કે એ જ ધુમ્મસનું વજન કરવું હતું.
દોસ્ત, ૧૧૫