ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અંતઃસ્રોતા

Revision as of 23:27, 24 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અંતઃસ્રોતા

ચુનીલાલ મડિયા

અંતઃસ્રોતા (ચુનીલાલ મડિયા; ‘અંતઃસ્રોતા’, ૧૯૫૬) પત્ની જાનબાઈ સાથે આવેલા આંગળિયાત પુત્ર વાહણના ગુના માટે જન્મટીપ ભોગવતો અને આકરી સજા સહન ન થતાં જેલ તોડી પાછો આવેલો દેવાયત, વાહણ પોલીસમાં ભરતી થયો છે એની ખબર પડતાં; એની નોકરી જતી ન રહે તે માટે ફરીને જેલમાં હાજર થાય છે. આંગળિયાત પુત્ર પરત્વેના વહાલના પડછે અનોખા દાંપત્યપ્રેમને વ્યંજિત કરતી આ વાર્તા સંવાદકેન્દ્રી છે.
ચં.