ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કેટલાંક ચિત્રોની સ્વરરચના

Revision as of 01:23, 25 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કેટલાંક ચિત્રોની સ્વરરચના

વિભૂત શાહ

કેટલાંક ચિત્રોની સ્વરરચના (વિભૂત શાહ: ‘બંદિશ’, ૧૯૭૭) અહીં આદિમ કાળ અને મધ્યમ કાળથી આજપર્યંતનાં ચિત્રોની હારમાળાને અંતે એ જ રીતે પુનરાવૃત્ત થનારા ભાવિના સમયનું પરિમાણ વૈશ્વિક સંગીતની પ્રતીતિ કરાવે છે. પ્રયોગાત્મક ઉપક્રમ અને સામગ્રીનું વિદગ્ધ સંકલન વાર્તાનાં વિશેષ અંગો છે.
ચં.