ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કેટવૉક
Jump to navigation
Jump to search
કેટવૉક
હરીશ નાગ્રેચા
કેટવૉક (હરીશ નાગ્રેચા, ‘અને છતાં... પણ...’, ૧૯૯૮) ટી.વી. પરની સૌંદર્યસ્પર્ધાઓ જોઈને સંજનાએ તેની મુક્ત ચર્ચા પપ્પા સાથે કરી છે. સૌંદર્યસ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી સંજનાને એ જ પિતા થપ્પડ મારી કૉલેજ બંધ કરાવી દેવાની ધમકી આપે છે. વત્સલ પપ્પા દ્વારા જ વ્યક્તિત્વનું હનન થતા આઘાત પામેલી સંજના મિલમાલિકના પુત્ર અને ભાવિ પતિની સંમતિ માંગે છે. એ કહે છે: ‘ભાગ લઈને જીતીશ તો હું તને મોડેલ બનાવીશ અને ભાગ નહીં લે તો મારી પત્ની.’ પિતા કે પતિ - ઉભય રૂપે પુરુષની સંકુચિત માનસિકતા અને બેવડાં ધોરણો અહીં પ્રતીતિકર નિરૂપણ પામ્યાં છે. પા.
ર.