ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગદ્દાર
ગદ્દાર
આબિદ સુરતી
ગદ્દાર (આબિદ સુરતી; ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) મુક્તિવાહિનીના ગેરીલા કાદરને પાકિસ્તાની સૈનિકોથી સુરક્ષિત રાખનાર રહીમચાચા પાકિસ્તાની કર્નલ ઉસમાનીને પણ મુક્તિવાહિનીના ગેરીલાઓથી બચાવીને પ્રેમથી આશ્રય આપે છે. કાદર રહીમચાચાને ગદ્દાર ગણી કતલ કરવા તૈયાર થાય છે - આવા કથાનકના કેન્દ્રમાંથી રહીમચાચાનું ઉદાત્ત માનવતાવાદી દૃષ્ટિબિંદુ અનાયાસ ઊપસે છે.
ચં.