સુન્દરમ્
ખોલકી (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) ગ્રામીણ નારી ચંદનના પોતાના પ્રૌઢવયના પરણેતરના પ્રથમ દર્શન અને મિલનનું તેમ જ એની સાથેના પ્રથમ સમાગમ સુધીની ક્ષણનું આલેખન સંયત અને કલાપૂર્ણ છે. યથાર્થની ભોંય પર પ્રથમ પુરુષ એકવચનમાં થયેલું ગ્રામીણ ચેતનાનું પ્રાગટ્ય આકર્ષક છે.
ચં.