ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગુજરીની ગોદડી
ગુજરીની ગોદડી
ઉમાશંકર જોશી
ગુજરીની ગોદડી (ઉમાશંકર જોશી; ‘શ્રાવણી મેળો’, ૧૯૩૭) અમદાવાદ શહેર બહારના પરામાં કૉલેજ પાસે ભાડે રાખેલી ઓરડીમાં શિયાળામાં અપૂરતા ઓઢવાના સાથે રહેતા મિત્રો ગુજરીમાંથી ગોદડીઓ લાવવાનું નક્કી કરે છે પણ રસ્તે સૂતેલાં અનેકને ઠંડીમાં ઠૂંઠવાતા જોઈ, લીધેલી ગોદડીઓ એમને ઓઢાડીને પાછા ફરે છે. વિષમ સમાજવ્યવસ્થા અને દરિદ્રતાને તારસ્વરે રજૂ કરતી આ વાર્તા ઉદ્દેશપૂર્ણ વધુ છે.
ચં.