ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગાતા આસોપાલવ
Jump to navigation
Jump to search
ગાતા આસોપાલવ
સ્નેહરશ્મિ
ગાતા આસોપાલવ (સ્નેહરશ્મિ; ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૩) રાધાના પ્રેમને પામવા તેના પિતાએ સંગીતની લત છોડવાની મૂકેલી શરત સ્વીકારી રાહુલ છેલ્લવેલ્લી સારંગી વગાડે છે. સૌ રાધારાહુલના વાગ્દાનને સ્વીકારે છે પણ સવારે રાધા-રાહુલની જગ્યાએ બે આસોપાલવ મળે છે. સુદ નોમની રાતે એ આસોપાલવ હૃદયદ્રાવક સંગીત રેલાવે છે - એવું વસ્તુ ધરાવતી વાર્તા એના શિથિલ વસ્તુવિધાનને લીધે પ્રસ્તારી બની છે.
ર.