ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચાલી નીકળવું
ચાલી નીકળવું
હિમાંશી શેલત
ચાલી નીકળવું (હિમાંશી શેલત: ‘ગુજરાતી નવલિકાચયન’ : ૧૯૯૯, સં. યોગેશ જોષી, ૨૦૦૧) નંદિની-સંદીપે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે છતાં કૅન્સરના છેલ્લા તબક્કામાં જીવતાં માજીને આઘાત ન લાગે માટે એમના અવસાન સુધી અલગ ન થવાનું નંદિની સ્વીકારે છે. નંદિનીની પ્રશંસા કરતાં માજીને વિશ્વાસ છે કે ગરમ સ્વભાવના સંદીપને નંદિની સાચવી લેશે. ‘હું ચાલી નીકળવાની છું પહેરેલે કપડે’ એવું નંદિની કહી શકતી નથી. માજીના અવસાન પછી ઘર છોડતી નંદિનીને માજી રોકતાં હોય એવો ભાસ થાય છે અને ઉંબર બહાર છતાં રસ્તાથી વેગળી તે અધવચ્ચે જ ઊભી રહી જાય છે. સાસુ-વહુના વિરલ સંબંધનું અહીં ભાવભર્યું નિરૂપણ છે.
પા.