ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચુટકી
ચુટકી
હરીશ નાગ્રેચા
ચુટકી (હરીશ નાગ્રેચા ‘અને છતાં… પણ’, ૧૯૯૮) લોન્ડ્રી ચલાવતી ચુટકી અલગારી ગ્રાહક વરુણ (વી.ટી.એસ.) તરફ આકર્ષાઈને સાદી ધોલાઈ માટે આપેલાં એના કપડાં સ્પેશ્યલના ઢગમાં નાખી દે છે. એક વાર વરુણના કપડાંના ઢગલામાં સાડીઓ, બ્લાઉઝ અને નાનાં ફ્રોક જોઈ ચુટકી રોષે ભરાય છે પણ જ્યારે એને જાણ થાય છે કે એ તો વરુણની બહેન અને એની નાની દીકરીનાં છે ત્યારે એ રાહતનો શ્વાસ લે છે. વરુણ માટેનાં ચુટકીનો પ્રેમ અને તજ્જન્ય ઈર્ષ્યા તથા ચુટકીના પાત્રનું ‘હું’ અને ‘ચુટકી’ રૂપે થયેલું વિભાજન ધ્યાન ખેંચે છે.
પા.