ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ટ/ટેકરીઓને પેલે પાર
ટેકરીઓને પેલે પાર
અશ્વિન દેસાઈ
ટેકરીઓને પેલે પાર (અશ્વિન દેસાઈ; ‘કોઈ ફૂલ તોડે છે’, ૧૯૭૭) બાળમિત્ર અમર વર્ષો પછી બેકારીની હાલતમાં, પરિણીત આશાને મળે છે. વળતે દિવસે જમવા આવવાનું નિમંત્રણ સ્વીકારે છે. અમર જમવા આવશે અને પોતે એની કેવી કેવી કાળજી કેમ કરશે તથા પતિ સુરેશ તેમાં કેવો સાથ પુરાવશે, અમર એમના આગ્રહને વશ થઈ કેવી મઝાથી જમશે - એવી કલ્પનામાં રાચતી આશાને, અમરની, તે નહીં આવી શકે તેવી ચિઠ્ઠી મળે છે. આશાની કલ્પનાઓ અને તેનો છેદ ઉડાડતી અમરની ચિઠ્ઠીથી સધાતી વિરોધમૂલક સ્થિતિ આસ્વાદ્ય નીવડે છે.
ર.