ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તુકા મ્હણે
તુકા મ્હણે
ઘનશ્યામ દેસાઈ
તુકા મ્હણે (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) મા લક્ષ્મીઆઈની મૈયતમાં, દારૂ ચઢાવીને નીકળેલા ઢોલી, શરણાઈવાળો અને મંજીરાં વગાડનારો મૈયતનો તાલ ચૂકીને લગ્નનો તાલ વગાડે છે. ચુડાપ્પા ભગત વઢીને મૂળ તાલ ચાલુ કરાવે છે. તોય અરથી પર લટકતું લક્ષ્મીબાઈનું માથું તો હજુ લગ્નના તાલમાં જ ડોલે છે. એને કેમ કરીને અટકાવવું એવું વિચારતા ચુડાપ્પાને જન્મ, લગ્ન, મરણ બધું એક જ છે - એવા અર્થનો તુકારામનો અભંગ યાદ આવે છે. બે એકાન્તિક પ્રસંગોના સાયુજ્યથી વાર્તા આસ્વાદ્ય બને છે.
ર.