ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/દ/દૂસરો ક્રાઈસ્ટ
Jump to navigation
Jump to search
દૂસરો ક્રાઈસ્ટ
જોસેફ મેકવાન
દૂસરો ક્રાઈસ્ટ (જોસેફ મેકવાન; ‘આગળો’, ૧૯૯૧) પિતરાઈ ભાઈ ભલ્લુ-બલ્લુ અને કસની બાળગોઠિયાં છે. એમનાં કુટુંબ વચ્ચે જૂનું વેર છે. કસની ભલ્લુને કિશોરવયથી ચાહે છે ને જાણે પણ છે કે એનું ઘર માંડી શકવાની નથી. એની નજર સામે રહેવાય એ માટે એ મુંબઈના નમાલા માણસને પરણે છે. ખ્રિસ્તી ધર્મ તરફ ઢળેલો ભલ્લુ પરણેલી કસનીને મળવાની પણ ના પાડે છે. વીસ વર્ષો પછી મરણાસન્ન કસનીને મળવા ગયેલો ભલ્લુ, એના અવસાન પછી એકે પાપ ન કર્યું હોય એ જ માણસ કસનીની કબરમાં માટી વાળે - એવો આગ્રહ રાખી કસનીની અંતિમક્રિયા કરી મીણબત્તી પેટાવે છે અને શીર્ષક સિદ્ધ થાય છે.
ર.