ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ધ/ધૂળિયો

Revision as of 14:48, 28 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ધૂળિયો

બાબુ સુથાર

ધૂળિયો (બાબુ સુથાર; ‘ગદ્યપર્વ’ - સપ્ટેમ્બર-૧૯૮૯) ભેંશો ચારતા કથાનાયક ધૂળિયાને ગામ ગણતું નથી અને ધૂળિયો ગામને ગણતો નથી. એ જેને લેન મારે છે એ લખીને મેલી વિદ્યાથી વશ કરવા મથે છે પણ સફળ થતો નથી. લખીના ભાઈની સાથે એ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરે છે. ધૂળિયાએ કહ્યું હતું - એમ એના મૃત્યુ પછી આંબલિયા કૂવે કોઈ ચૂડીકર્મ કરે છે પણ હકીકતે તો એ કામ ભગાએ કર્યું હતું. જીવનની અવળસવળ ગતિવિધિના આલેખનથી કથાનાયકનું ચરિત્ર તાદૃશ થયું છે.
ર.