ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નગર અને એક નગર

Revision as of 14:53, 28 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નગર અને એક નગર

વિભૂત શાહ

નગર અને એક નગર (વિભૂત શાહ; ‘બંદિશ’, ૧૯૭૭) નાયક તથદધન એના મહાનગર બભમને ખૂબ ચાહે છે. પણ નગરથી દૂર જતાં તેને સમજાય છે કે તેના હોવા-ન હોવાથી મહાનગરને કશો ફરક પડતો નથી. આ સ્થિતિમાં તે એક નવા, શ્વેત યરલનગરનું નિર્માણ કરે છે અને નગરપતિ બને છે. થોડા સમયમાં જ તેનું અવસાન થતાં તેની અંતિમક્રિયા મહાનગરમાં સ્મશાન ન હોવાને લીધે બભમનગરમાં કરવી પડે છે. વ્યક્તિના અહંને ગાળી નાખવાનું તિર્યક સૂચન અને મૃત્યુની શાશ્વતીનું ઉદ્ઘાટન એ વાર્તાની કરોડરજ્જુ છે.
ર.