ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નાક

Revision as of 15:06, 28 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નાક

જ્યોતિષ જાની

નાક (જ્યોતિષ જાની; ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’, સં. સુમન શાહ, ૧૯૭૫) શરીરનાં એકેએક અંગ ક્રમશઃ ખરી પડ્યા પછી માત્ર નાક જ બચી રહ્યું હોય અને એ ય કોઈ પણ પળે ખરી પડશે તેવી દહેશતમાં જીવતો નાયક, એક બાજુ સુમંત મજમુદાર અને એના શરદીવાળા રૂમાલનો તો, બીજી બાજુ ચિત્રા અને એ જે પહેરાવવાની હતી. એ પારિજાતનાં ફૂલની વરમાળાના અનુભવમાં એક સાથે મુકાય છે. ખંડ ખંડ ચિત્રણા શૈલીથી રચાતી વાર્તામાં નાકનું પ્રતીકાત્મક નિરૂપણ ધ્યાન ખેંચે છે.
ર.