ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પીછો
પીછો
બહાદુરભાઈ વાંક
પીછો (બહાદુરભાઈ વાંક; ‘પીછો’, ૧૯૮૮) જાદુના ખેલ જોવા ગયેલો દીપક, થિયેટર પાસે થયેલા તોફાનથી ગભરાઈને ભાગે છે પણ તે સતત ભયભીત છે કે કોઈ એનો પીછો કરી રહ્યું છે. એના સપનામાંનું બિલાડીનું બચ્ચું વાઘ થઈ જાય છે. ઑફિસમાં એના વિશે નનામી અરજી આવે છે, બેત્રણ અજાણ્યા માણસો એનું નામ પૂછે છે, દીપક-નામેરી છોકરો મેળામાંથી ખોવાઈ જાય છે, ખિસ્સામાંથી ઓળખપત્ર પડી જાય છે – આ સઘળી વાતો દીપકના સંદેહને દૃઢાવે છે. કાગનો વાઘ થતાં વ્યક્તિ કેવી મૂંઝાઈ મરે - તેનું અહીં સશક્ત નિરૂપણ થયું છે.
ર.