ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પૂર્ણ સત્ય
Jump to navigation
Jump to search
પૂર્ણ સત્ય
રઘુવીર ચૌધરી
પૂર્ણ સત્ય (રઘુવીર ચૌધરી; ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૬) અનંતભાઈ વાર્તા લખે છે. એમનો પુત્ર વિજય ખંડિત પાંખવાળા પતંગિયાની સાથે રમે છે તો લખાઈ રહેલી વાર્તાનો નાયક એક જ ચહેરાની ડાબી બાજુ હર્ષ અને જમણી બાજુએ વિષાદના ભાવ પ્રગટ કરવાની સિદ્ધિથી મુક્ત થવા મથે છે. આ ત્રણેય ઘટનાની સહોપસ્થિતિ વચ્ચે વાર્તામાં ગૃહિણી દ્વારા સફાઈમાં પતંગિયું વળાઈ જવાની ઘટના રોચક પ્રતીકાત્મકતા ધારણ કરે છે.
ર.