ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પૃથ્વી અને સ્વર્ગ

પૃથ્વી અને સ્વર્ગ

ધૂમકેતુ

પૃથ્વી અને સ્વર્ગ (ધૂમકેતુ; ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) આરણ્યક અને સુકેશીના યુગ્મની સુકેતુ ઈર્ષ્યા કરે છે અને સત્તાને હસ્તગત કરવાનો પ્રયત્ન કરી સ્વર્ગને નષ્ટ કરે છે. આવું, પ્રાચીનકાળના જગતની કલ્પના આપતું કથાવસ્તુ ‘મનુષ્ય મપાય ત્યાંથી કલા જાય’ એ સુક્તિને સિદ્ધ કરે છે.
ચં.