ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાયું

Revision as of 09:50, 9 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બાયું

કિરીટ દૂધાત

બાયું (કિરીટ દૂધાત; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’ સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) મંજુની સગાઈ દિનેશ સાથે થઈ છે. મંજુને ક્યાંય કોઢ નથી ને - એની દાક્તરી તપાસ કરવાનો આગ્રહ દિનેશ રાખે છે. સ્ત્રીવર્ગ એનો વિરોધ કરે છે પણ પુરુષો આગળ એમનું કશું ચાલતું નથી. દાક્તરી તપાસ થઈ ગઈ એ જાણી ચંચળમા અકળાઈને ચૂલામાંનું બળતું લાકડું લઈ પુરુષોને કહે છે “તમારી માઉના ધણી, હવે આવ્યા છો ડાયા? તમારા બેય કૂલે ડામ દેવા જોઈ” પણ આ નર્યો વિવશતાનો ઉદ્ગાર છે. એટલે એ બળતું લાકડું ભીંતે ઘસી ઓલવે છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની થતી ક્રૂર અવમાનના અહીં લાઘવપૂર્વક આલેખાયેલી છે.
ઈ.