ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મુશ્કેલ
મુશ્કેલ
રઘુવીર ચૌધરી
મુશ્કેલ (રઘુવીર ચૌધરી; ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૬) જેણે પૂર્વે લગ્ન-પ્રસ્તાવ મૂકેલો એ છાયા વાર્તાલેખક નાયકને મળે છે. મુંબઈ પહોંચી શ્રીમતી છાયાને એમને ઘેર મૂકવા ગયેલો નાયક જાણે છે કે એના પતિએ વિદેશમાં બીજું લગ્ન કરી લીધું છે. છાયાના આગામી વર્તનની કલ્પનામાં હાલકડોલક નાયકની મન:સ્થિતિ અને સદ્યઃસ્નાતા છાયા દ્વારા રૂમની લાઈટ બંધ કરતાં એને ચહેરે તથા રૂમમાં છવાતો ઊગતા સૂર્યનો પ્રકાશ વાર્તાનું હાર્દ બને છે.
ર.