ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મુવી કેમેરાની નજર
Jump to navigation
Jump to search
મુવી કેમેરાની નજર
રાજેન્દ્ર થડેસર
મુવી કેમેરાની નજર (રાજેન્દ્ર થડેસર; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકાઓ’-૧, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) શેઠના બાબાને આયાએ રમવા આપેલું ટામેટું બાબો દાદર ઉપરથી ફેંકે છે અને આયા ફરી ફરી ટામેટું એને પાછું આપે છે. બંગલાની કામવાળીના બે છોકરા એ ટામેટું ફસકાઈને ફૂટી જાય એની રાહ જુએ છે. વાર્તાના અંતે ફેંકાયેલું ટામેટું હવે તો ફસકાઈ જ ગયું હશે - એવી આશા સાથે દોડેલો નાનો છોકરો – “હજી ફૂટ્યું નથી, રમાય એવું છે” - એમ કહી ટામેટું પાછું આપે છે. આ ઘટનાના સાક્ષી બનેલા બંગલાના માળીની નજર દદડી રહેલા ટામેટા અને એને લઈ લેવા દોડી રહેલા છોકરાની વચ્ચે ચપ્પટ થઈ જાય છે. ફિલ્માંકન શૈલી એ વાર્તાનો વિશેષ છે.
ર.