ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રઘડો નતોડ

Revision as of 02:26, 12 August 2025 by Meghdhanu (talk | contribs)
રઘડો નતોડ

ચુનીલાલ મડિયા

રઘડો નતોડ (ચુનીલાલ મડિયા; ‘ઘૂઘવતાં પૂર’, ૧૯૪૫) સીમાવદર ગામનો રઘડો કાથડભી બાપુને ચોપાટમાં હરાવ્યા પછી માતેલ ખૂંટિયાની જેમ બિનહરીફ ફરતો હતો પરંતુ બાપુનો ભાણેજ આંબલિયાળાથી આવી રઘડાને પરાજિત કરતાં પરાજયડંખથી રઘડો પાગલ બની જાય છે. ચોપાટની રમત નિમિત્તે મનુષ્યની જયપરાજયવૃત્તિનાં થયેલાં આલેખન ધ્યાનાકર્ષક છે.
ચં.