ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિનિપાત

Revision as of 03:46, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (=૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વિનિપાત

‘ધૂમકેતુ’

વિનિપાત (‘ધૂમકેતુ’; ‘ધૂમકેતુની વારતાઓ’, ૧૯૭૩) અંગ્રેજ સલ્તનતના, વિદાય લેતા અફસર જેમ્સ ફૉર્બસને યાદગીરી રૂપે સોના-ચાંદીના આભૂષણો આપવા ગયેલા મહાજન પાસે એ હીરાભાગોળની ખંડિત મૂર્તિઓ માગે છે. એ આપી શકાય કે નહીં - એવી શાસ્ત્રાજ્ઞા આપનારા પંડિત સોમેશ્વર ફૉર્બસને મળે છે અને પ્રતીતિ પામે છે કે નિઃસત્ત્વ હિન્દુઓ કરતાં આ વિધર્મી અફસર હીરાધર શિલ્પીની કળાને વધુ સમજે છે – આવું વસ્તુ ધરાવતી વાર્તામાં વ્યંજિત થતો સ્વાતંત્ર્ય અને સંસ્કૃતિનો આંતરસંબંધ કળાત્મક નિરૂપણ પામ્યો છે.
ર.