ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વીસ ને એક

Revision as of 03:58, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વીસ ને એક

ઈશ્વર પેટલીકર

વીસ ને એક (ઈશ્વર પેટલીકર; પેટલીકર વાર્તાવૈભવ’, ૧૯૬૪) ત્રીજી બૈરીએ ય ઘર ન મંડાતાં જીભઈ એ દિશાથી મોઢું વાળી લે છે પણ પડોશી અંબાનું બાયલા-મેણું ખાતાં ચાનક ચડી ને અષાઢ ઊતરે એ પહેલાં વીસને એક એકવીસ રૂપિયા આપી એતા સાથે નાતરું કરે છે પણ અંબાની શરત મુજબ ઘર માંડવું એટલે પરણીને ઘરે ઠરવું ને દીકરો જણવો. એતાને ખોળે દીકરો રમતો થયા પછી મૂછે તાવ દેતા જીભઈને અંબા પૂછે છે: દીકરો તારો જ છે એની શી ખાતરી ? વટ ઉપર આવી જઈને જીવનારાની મનોદશા અહીં સરસ રીતે નિરૂપાઈ છે.
ર.