ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માવઠું

Revision as of 06:59, 16 August 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
માવઠું

અજિત ઠાકોર

માવઠું (અજિત ઠાકોર; ‘તખુની વાર્તા’, ૨૦૦૬) દિયર-ભાભી વચ્ચે ઉભયપક્ષી શારીરિક આકર્ષણ છે. વંટોળિયાને કારણે અકસ્માતે સરજાયેલી એકાંત ક્ષણોમાં આવેગમય પળે દિયર ભાભીના કાનની બૂટ પસવારે છે અને ભાભી દિયરને ધક્કો મારી ફંગોળી દે છે. કાનની બૂટ દબાવતા દિયરમાં ભાભીને એના નાના ભાઈની ઝાંખી થાય છે અને બહાર આવતા બોલે છે ‘વંટોળ ચઈડો પણ માવઠું ન થીયું એ હારું થીયું.’ ઉભય પક્ષે ઊગરી જવાની ક્ષણ એ વાર્તાની કરોડરજ્જુ છે. વંટોળ અને માવઠુંનાં પ્રતીકો આસ્વાદ્ય નીવડે છે.
પા.