ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મીરાણી

Revision as of 07:00, 16 August 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મીરાણી

પ્રવીણસિંહ ચાવડા

મીરાણી (પ્રવીણસિંહ ચાવડા; ‘સુગંધી પવન’, ૧૯૯૮) અજંપ મીરાણી રાતે ટોળે વળેલી છોકરીઓ વચ્ચે જઈને બેસે છે. લોકસાહિત્ય પાછળ પાગલ એવો, દીપચંદ શેઠનો યુવાન દીકરો એમને ગીત ગાવા કહે છે. મીરાણીએ આખી રાત ગાયેલાં ગીત એ નોંધી લે છે. બીજે દિવસે એની રાહ જોતાં મીરાણીને વાચક આવીને કહે છે : ‘તમને તેડવા આવ્યો છું. દીપચંદ શેઠના દીકરાની મૈયત થઈ છે!’ વાર્તામાં મીરાણીનું રહસ્યગર્ભ ચરિત્ર તાદૃશ થયું છે.
ર.