ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભૈયાદાદા

Revision as of 15:37, 18 August 2025 by Meghdhanu (talk | contribs)
ભૈયાદાદા

‘ધૂમકેતુ’

ભૈયાદાદા (‘ધૂમકેતુ’; ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે રેલવે-અધિકારી વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની પોતાની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા એ ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે. યંત્રયુગીન સંરકૃતિમાં ભાવનાનું કોઈ મૂલ્ય નથી – એવો વાર્તાનો મુખ્ય સૂર છે.
ચં.