ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભોમિયાને દીધેલી ભૂલથાપ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભોમિયાને દીધેલી ભૂલથાપ

રમણભાઈ નીલકંઠ

ભોમિયાને દીધેલી ભૂલથાપ (રમણભાઈ નીલકંઠ; ‘હાસ્યમંદિર’, ૧૯૧૫) દિલ્હી શહેર જોવાને રાખેલો ઠગ ભોમિયો ખાઉધરો અને લોભીલાલચુ નીકળે છે. એને સવાઈ ઠગ બની હુકમચંદ કઈ રીતે ભૂલથાપ આપે છે અને પાઠ ભણાવે છે એનું રસિક બયાન વિનોદપૂર્ણ અને વ્યંગપૂર્ણ શૈલીમાં થયેલું છે.
ચં.