બાળ કાવ્ય સંપદા/સાઈકલ પપ્પાની

From Ekatra Foundation
Revision as of 14:02, 16 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સાઈકલ પપ્પાની

લેખક : રિયાઝ દામાણી
(1981)

આગળ નાની સીટ નખાવી લાગે છે વ્હાલી – વ્હાલી
સાઈકલ પપ્પાની જુઓ એક્ટિવા થૈ ચાલી

આગળ ચિન્ટુ, પાછળ હું
ને મોટી સીટ પપ્પાની
ખાડા-ખડિયા, રોદા આવે,
તૂટે મોજ ગપ્પ્પાંની

હળવે હાલે દડબડ દોડે રસ્તો દેખી ખાલી
સાઈકલ પપ્પાની જુઓ એક્ટિવા થૈ ચાલી

મંદિર આવ્યું, મસ્જિદ આવી
આવ્યો ડુંગર ઊંચો
પવન બાપડો લડી-પડીને
પળમાં થઈ ગ્યો ડૂચો

ઢાળ ચડીને ઊતરી, ઘર જઈ માણી અમે ખુશાલી
સાઈકલ પપ્પાની જુઓ એક્ટિવા થૈ ચાલી