બાળ કાવ્ય સંપદા/તારલિયાની ટોળી
Jump to navigation
Jump to search
તારલિયાની ટોળી
લેખક : પરબતકુમાર નાયી
(1985)
તારલિયાની ટોળી, આભે તારલિયાની ટોળી,
ચાંદામામા સાથે રાતે રમતી આંખમિચોળી.
વાદળ પછવાડે સંતાઈ ખડખડ ખડખડ હસતી
નરી આંખથી ખબર પડે નહીં ધીરે ધીરે ખસતી
નટખટ ઠઈ મામાને પજવે, કોણ કહે છે ભોળી?
ચાંદામામા સાથે રાતે રમતી આંખમિચોળી.
દાદાજીની વાત સાંભળી તારલિયા મલકાય
મુન્નો મુન્ની ગણતાં ગણતાં થાકે, ઊંઘી જાય.
દાદીમા સપનામાં લાવે મીઠી પૂરણપોળી
તારલિયાની ટોળી, આભે તારલિયાની ટોળી.